આશ્રમશાળાઓ (એઇડ ગ્રાન્ટ) | છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

આશ્રમશાળાઓ (એઇડ ગ્રાન્ટ)


 

  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના લોકો, તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાનાં બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતાં નથી. તેમને શાળાએ મોકલવાને બદલે તેઓને પોતાનાં બાળકોને પોતાના પરંપરાગત ધંધાઓમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અથવા પરિવારના નિભાવ માટે આર્થિક રીતે ઉપયોગી થવા માટે અન્ય નોકરી કે મજૂરીએ મોકલવા પડે છે. ગુજરાત સરકારે આશ્રમશાળા નામે ઓળખાતી નિવાસી શાળાઓ શરૂ કરવા માટે બિન સરકારી સંગઠનોએ ૧૦૦% અનુદાન આપીને આશ્રમશાળા (ધોરણ ૧ થી ૮), ઉત્તર બુનિયાદી આશ્રમશાળા (ધોરણ ૯ થી ૧૦) અને ઉચ્ચત્તર ઉ.બુ.આશ્રમશાળા (ધોરણ ૧૧-૧૨) ના વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળા યોજના શરૂ કરી. આ શાળાઓ શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સુવિધાઓ આદિવાસી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરે છે. જો કે આ શાળાઓનું સંચાલન બિન સરકારી સંગઠનો કરે છે, પરંતુ તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એક જ સ્થાને શાળાનું શિક્ષણ તેમજ રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી, જેથી કરીને તેઓને ભવિષ્યમાં સારી રોજગારી મળી રહે અને વળી તેઓ સમાજના અન્ય વર્ગો સાથે હરીફાઈ કરી શકે.
  • પ્રારંભ | ૧૯૫૩
  • સંચાલન | આદિવાસી વિસ્તારોમાં કાર્યરત બિનસરકારી સંગઠનો
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | આદિવાસી વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેની પાત્રતા | આશ્રમશાળા શરૂ કરવામાં આવે ત્યારે પ્રારંભ સમયે તેમણે ઓછામાં ઓછા ૧૫ છોકરાઓ અને ૧૫ છોકરીઓની નોંધણી કરવાની હોય છે. તે પછી દર વરસે સાતમા ધોરણ સુધી તેમણે દર વરસે ૧૦ છોકરાઓ અને ૧૦ છોકરીઓની નોંધણી કરવાની હોય છે.
  • યોજના નીચેના લાભ | વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત વિના મૂલ્યે શિક્ષણ, રહેવાની અને જમવાની સગવડ સાથેના છાત્રાલય, પુસ્તકો, રોજ-બ-રોજની જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દરેક બાળક દીઠ આશ્રમશાળાઓને માસિક રૂપિયા ૧૫૦૦ નું અનુદાન ચૂકવવામાં આવે છે.
  • મુખ્ય સિદ્ધિ | રાજ્યમાં ૪૫૪ આશ્રમશાળાઓમાં (ધોરણ ૧ થી ૮) ૬૯૯૯૧ વિદ્યાર્થીઓ, ૯૦ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં (ધોરણ ૯ થી ૧૦) ૮૪૫૭ વિદ્યાર્થીઓ, તેમજ ૩૪ ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં (ધોરણ ૧૧ થી ૧૨) ૩૭૦૨ વિદ્યાર્થીઓ તથા ૧૨૬ ક્રમિક વર્ગની આશ્રમશાળાઓમાં ૧૧૦૩૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૫૭૭ આશ્રમશાળાઓમાં ૯૩૧૮૦ વિદ્યાર્થીઓ છે. જેથી દર વર્ષે ૮૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ આ આશ્રમશાળાઓમાં જોડાય છે.

આશ્રમશાળાઓ
1 of આશ્રમશાળાઓ
સંબંધિત લીંક
News and Events