સમિતિઓની રચના | વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ | અમારા વિશે | આદિજાતિ વિકાસ કમિશ્નર

સમિતિઓની રચના


સમુદાયની ગ્રામસભા હકના પ્રકાર સંબંધિત શરૂઆત કરવા અને હકનો પ્રકાર નક્કી કરવા અધિકૃત છે. વળી તે ગ્રામકક્ષાએ, ગ્રામકક્ષાની વનઅધિકાર સમિતિની નિયુક્તિ કરે છે.

 

ગ્રામકક્ષાની વન અધિકાર સમિતિ (FRC) નિયમ 3(1)

ગ્રામકક્ષાની વન અધિકાર સમિતિમાં 10 થી 15 સભ્ય હોય છે. તેઓની ચૂંટણી ગ્રામસભા કરે છે. કુલ સભ્યોના 2/3 સંખ્યા આદિવાસી સમુદાયના સભ્યોની તેમજ તે પૈકીની 1/3 સંખ્યા મહિલા ઉમેદવારોની હોવી જોઈએ.

 

પેટા વિભાગીય (પ્રાન્ત) કક્ષાની સમિતિ (SDLC) નિયમ-5

આ સમિતિમાં પેટા વિભાગીય અધિકારી અથવા તેના સમકક્ષ અધિકારી જે તે પ્રાન્તનો હોદ્દાઓ ધરાવતા વન અધિકારી અથવા તેમના સમકક્ષ તાલુકા પંચાયતના ત્રણ સભ્યો જે પૈકી એક મહિલા હોવી જોઈએ. આ તાલુકા પંચાયતના સભ્યોની નિયુક્તિ જિલ્લા પંચાયત કરશે. વળી, કુલ ત્રણ સભ્યો પૈકી બે અનુસૂચિત જનજાતિના અથવા પરંપરાગત વનવાસી હવો જોઈએ.

 

જિલ્લા કક્ષાની સમિતિ (DLC) નિયમ-7

આ સમિતિમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ તરીકે છે. ઉપરાંત સંબંધિત વિભાગીય વન અધિકારી અથવા તેમના સમકક્ષ સભ્ય તરીકે છે. ઉપરાંત આ સમિતિમાં જિલ્લા પંચાયતના ત્રણ અધિકારીઓ હોવા જોઈએ. જેની નિમણૂક સભ્ય સરકાર કરશે. આ ત્રણ સભ્યો પૈકી બે અનુસૂચિત જનજાતિના/પરંપરાગત વનવાસી હોવા જોઈએ. અને એક સભ્ય મહિલા હોવા જોઈએ. આદિવાસી વિકાસ વિભાગના પ્રાયોજના વહીવટદાર આ સમિતિમાં સભ્ય સચિવ તરીકે રહેશે.

 

રાજ્યકક્ષાની સુનિયંત્રણ સમિતિ (SLMC) નિયમ-10

આ સમિતિમાં મુખ્ય સચિવશ્રી અધ્યક્ષ તરીકે રહેશે. વન, મહેસૂલ, પંચાયત અને આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી, વનના મુખ્ય સંરક્ષક સભ્ય તરીકે આદિવાસી સલાહકાર સમિતિના સભ્યોમાંથી અથવા રાજ્યવિધાનસભા માંથી ત્રણ સભ્યો રાજ્ય સરકાર નિયુક્ત કરશે. અને આદિજાતિ વિકાસ વિભાગના કમિશ્નર આ સમિતિના સભ્ય સચિવ રહેશે.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events