કન્ઝરવેશન-કમ-ડેવલપમેન્ટ (C.C.D.) યોજના | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

કન્ઝરવેશન-કમ-ડેવલપમેન્ટ (C.C.D.) યોજના


 

વિશેષ કરીને વિપરિત પરિસ્થિતિનો ભોગ બની શકે તેવા આદિમ જૂથોને ઝડપી વૃદ્ધિ માટેની વિકાસલક્ષી અપૂર્તિઓ તેમજ સુધારેલ આજીવિકા માટેની તકો ઉપલબ્ધ કરવા તેમને આવાસ, પીવાના શુદ્ધ પાણી પહોચાડવું અને સાક્ષરતા ઉપરાંતના લાભો પણ મળી રહે તે જોવું.

  • વિહંગાવલોન | પાક કૃષિ કક્ષાની પૂરાણી પ્રૌદ્યોગિકી, સાક્ષરતાનો નીચો દર, ઘટતી જતી અથવા સ્થગિત થઈ ગયેલી વસતિ એવી કુલ 17 રાજ્ય અને એક કેન્દ્ર શાષિત પ્રદેશમાં વસતા 75 આદિજાતિ સમુદાયોને વિપરિત પરિસ્થિતિઓનો ભોગ બની શકે તેવી આદિજાતિઓને (PVTG) તરીકે ઓળખવામાં આવી હતી. આ જૂથોની તદ્દન પછાત પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમના સાર્વત્રિક વિકાસ માટે એક કેન્દ્રિય ક્ષેત્રની યોજના વિકસાવવામાં આવી.
  • ઉદ્દેશ | PVTG જૂથના ઝડપી વિકાસ માટે તેમની આજીવિકાની તકો સુધારવા તેમજ આવાસની, શુદ્ધ પાણીની, સાક્ષરતાની અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ | 1998-99 તેમજ ફરી 2007-08
  • ભાગીદાર | બિનસરકારી સંગઠનો વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરશે
  • ભૌગોલિક ભૂમિભાગ | જ્યાં આદિમજાતિ જૂથો વશે છે તે વિસ્તારો
  • અપેક્ષિત લાભાર્થીઓ | આદિમજાતિ જૂથમાં અથવા બહુ વિપરીત પરિસ્થિતિઓનો ભોગ બની શકે તે કક્ષામાં આવતા આદિવાસી પરિવારો એટલે કે, કોટવાલિયા, કોલઘા, કાથોડી, સિદ્દી અને પઢાર જાતિના લોકો
  • પાત્રતા માટેના માપદંડ | તમામ PVTG સમૂદાયો
  • યોજના નીચે લાભ |માળખાકીય સુવિધાઓ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સગવડ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનનું વિતરણ, પશુધન વિકાસ, આવક પેદાથાય તેવી પ્રવૃત્તિઓ, પરંપરાની જાળવણી વગેરે.
  • મુખ્ય સિદ્ધિઓ | આ યોજના અંતર્ગત અત્યાર સુધી આદિજાતિ જૂથોના 45000 કરતા વધુ લાભાર્થીઓને લાભ મળેલ છે. લગભગ 40.58 કરોડ રૂપિયા આદિમજાતિ જૂથના લોકોના વિકાસ કાર્યક્રમો પાછળ ખર્ચાઈ ચુક્યા છે. આમ, ભારત સરકારે ફાળવેલ રકમમાંથી 66% રકમ તો વપરાઈ ચુકી છે.
સંબંધિત લીંક
News and Events