દાવાના ન્યાય નિર્ણય માટે જરૂરી પુરાવા | વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ | અમારા વિશે | આદિજાતિ વિકાસ કમિશ્નર

દાવાના ન્યાય નિર્ણય માટે જરૂરી પુરાવા


નીચેના પૈકી ઓછામાં ઓછા બે પુરાવા હોવા આવશ્યક છે :

  • જાહેર દસ્તાવેજ, જેમ કે સરકારી રેકર્ડ જેવા કે ગેઝેટિયર, વસતિ ગણતરીના અહેવાલ, મોજણી, વસાહત સંબંધિ અહેવાલ, નકશા, સેટેલાઈટ છાયાચિત્ર, કામકાજના પ્લાન, માઈક્રોપ્લાન, વન તપાસના અહેવાલો અન્ય વન સંબંધિત અહેવાલો.
  • સરકારે અધિકૃત કરેલ દસ્તાવેજો જેમ કે, મતદાતા ઓળખકાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ, ઘરવેરાની રસીદ, વતની હોવા સંબંધિત પ્રમાણપત્ર, ઘર, ઝુંપડું, બંધ પાળા (ચેકડેમ) જેવા કાયમી ઓળખ ચિહનો.
  • અર્ધન્યાયિક અને ન્યાયિક, રેકર્ડ, અદાલતના હુકમ કે હુકમનામા કે ચુકાદા
  • અગાઉના દરબારી રજવાડાં તરફથી પ્રાપ્ત થયેલ કોઈ હક, અધિકાર, રાહત કે મહેરબાની સંબંધિત પુરાવા
  • વન અધિકાર સંબંધિત રીતરિવાજ કે પરંપરાઓ અંગેના સંશોધન અભ્યાસના દસ્તાવેજો
  • પરંપરાગત માળખાં જેવાં કે કુવા, સ્મશાનઘાટ, કબ્રસ્થાન, પવિત્ર સ્થાનો
  • સમુદાયની વયોવૃદ્ધ વ્યક્તિઓનું નિવેદન
 

કાર્યપદ્ધતિ

  • ગ્રામસભાએ રચેલી ગ્રામ કક્ષાની વન અધિકાર સમિતિ દાવા અરજીઓ મેળવે છે, તપાસે છે, તેની નોંધ રાખે છે અને તે દાવા અરજી સંબંધિત યોગ્ય તે નિર્ણય લેવા માટે ગ્રામસભાને મોકલી આપે છે.
  • ગ્રામસભા તે દાવા અરજી સંબંધિત પોતાની સાનુકૂળ કે પ્રતિકૂળ ભલામણ સાથે પેટાવિભાગ (પ્રાન્ત) કક્ષાની સમિતિ સમક્ષ મોકલી આપે છે.
  • પેટાવિભાગીય કક્ષાની સમિતિ દાવા અરજી સંબંધિત તપાસ કરે કે, તેની સાથે રજૂ કરેલા પુરાવા જુએ છે અને પોતાની ભલામણ સાથે તે દાવા અરજી જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ નિર્ણય સાથે મોકલી આપે છે.
  • આ બાબતે નિર્ણય લેવા માટે જિલ્લા કક્ષાની સમિતિ તે અંતિમ સત્તાતંત્ર છે.
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events