FAQs | eCitizen | Commissionerate of Tribal Development

Frequently Asked Question


gr

આ કાયદો વન વિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને પરંપરાગત વનવાસીઓ કે જેઓ પેઢીઓથી વન વિસ્તારમાં નિવાસ કરે છે અને વનની જમીનનો ઉપયોગ કરી પોતાનુ જીવન નિર્વાહ ચલાવે છે. પરંતુ અત્યાર સુધી એ જમીન પર તેમની માન્યતા કે અધિકાર પ્રાપ્ત થયેલ નથી. તેમના અધિકારો માન્ય કરવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.
આ કાયદો ૧ જાન્યુઆરી ૨૦૦૭ થી અમલમા આવ્યો. અધિનિયમ હેઠળના નિયમો ૦૧/૦૧/૨૦૦૮ના રોજ અમલમાં આવ્યા.
આ અધિનિયમ અમલમા આવ્યો તે પહેલા આદિવાસીઓને ભારતીય વન અધિનિયમ 1927 અને વન સંરક્ષણ અધિનિયમ 1980 હેઠળ જમીનો ફાળવવામાં આવી હતી. 1967 ના કાર્યક્રમ હેઠળ 11104 વ્યક્તઓને 10828 હેક્ટર જમીન ફાળવેલ હતી. જ્યારે 1980ના અધિનિયમ હેઠળ 34,248 વ્યક્તિઓને 21,012 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લા આ રીતે જમીન સને 1992માં આપવામાં આવી હતી.
આ અધિનિયમ પહેલા દાવેદારોને તેઓના કબજા હેઠળ ખેડાણ કે રહેણાંકની જમીનના માલિકીના હક આપવાથી આદિવાસી ભાઈઓ તે જમીનમાં પોતાના માટે હંમેશની આજીવીકા ઉભી કરવાને બદલે તે જમીન વેચી દેતા આ રીતે મોટી માછલી નાની માછલી ને ગળી જતી. આદિવાસીઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષના અપેક્ષિત પરિણામો મળ્યા નહીં.
વન અધિકાર અધિનિયમ 2006 એ આદિવાસીઓ અને વન જમીન બંને માટેનો કાયદો છે. આ અધિનિયમથી જે તે જમીનના રહેણાંકના અને ખેડાણના અધિકારો મળે છે. તેની વારસાઇ શક્ય છે. પણ તેનું વેચાણ કે ગીરો કરી શકાય તેમ નથી. તે ઉપરાંત આદિવાસીઓને વનના પ્રવેશના તમામ હક અધિકાર અકબંધ રહે છે. માછલીં પડકવા, ગૌણ વન્ય પેદાશનું એકત્રીકરણ, હેરફેર, માલિકી, વેચાણ કે અન્ય અંગત ઉપયોગના હક અધિકાર મળવા પાત્ર છે. વન્ય જમીનનો ઉપયોગ અને તેમા વધારો કરવાની અનેક યોજનાઓના લાભ પણ આ અધિનયમ હેઠળના લાભાર્થીઓને જમીનના જે અધિકાર-પત્ર આપવામાં આવે છે. તે ઉપર વિજ જોડાણ કે કૃષિ વિસ્તરણ જેવી તમામ સરકારી યોજનાઓના લાભ પણ મળે છે.

આ નિયમોથી જે અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી કે જેમના અધિકારોની નોંધ થઈ નથી તેવા અધિકારોની સરકારી ચોપડે નોંધ લેવાય અને તઓના કબજા હેઠળની જમીન કે મિલકત કાયદેસરની થયે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જૈવ-વિવિધતાનો સ્થાપી ઉપયોગ તેનું સરક્ષણ અને પર્યાવરણની સમતુલા જળવાય તે માટેની જવાબદારી આદિવાસી સમુદાયને સોંપવામાં આવી છે. અને તેના અધિકારો પણ સોંપવામાં આવ્યા છે. આમા આદિવાસીઓનુ તેમજ વનોનુ સરક્ષણ સુદૃઢ કરવાનો હેતુ રહેલો છે.
આ અધિનિયમની અમલવારી સરકારે ગ્રામ સ્તરે લોકોના હાથમાં આપી છે. ગ્રામસભા તેના સભ્યોમાંથીગ્રામ વન અધિકાર સમિતિ બનાવે છે. આ સમિતિ દાવા સ્વિકારે છે. અને તે સરકારી વિભાગોના પ્રતિનિધિ સાથે દાવા અરજીની તપાસ કરે છે. તેની સ્થળ તપાસ કરે છે અને દાવા સાચા કે ખોટા હોવા મુજબની ભલામણ કરે છે.
આ કાયદાના અમલ માટે એક સુનિશ્ચિત માળખું તૈયાર કરવામાં આવ્યું. ગ્રામ સ્તરે વન અધિકાર સમિતિઓની રચના થઈ. તાલુકા સ્તરે પેટા પ્રભાગીય સમિતિઓની રચના થઈ. જિલ્લા સ્તરની સમિતિઓની રચના થઈ. રાજ્ય સ્તરીય દેખરેખ નિયંત્રણ સમિતિની રચના થઈ.
આ કાયદાની બહોળી પ્રસુતિ અર્થે પ્રચાર-પ્રસાર સામગ્રી તૈયાર કરી લોકોમાં વહેંચવામાં આવેલ જેમા 7.5 લાખ અરજી પત્રક તથા 3 લાખ જેટલી પુસ્તિકાઓ ગુજરાતી ભાષામાં છપાવીને સ્થાનિક લોકોમાં વહેંચવામાં આવી.
વ્યક્તિગત: જેમા રહેઠાણ, જીવન નિર્વાહ માટે ખેતી કરવાના અધિકાર.
સામુદાયિકઃ ગૌણ, વન પેદાશો એકઠી કરવી, માછલી પકડવી અને ચરિયાણ અંગેના પરંપરાગત દાવાઓ માન્ય કરવામાં આવે છે.
શાળાઓ, દવાખાનું, આંગણવાડીઓ, વાજબી ભાવની દુકાનો, વિદ્યુત લાઈનો, ટાંકી અને બીજા જળાશયો, પીવાના પાણીનો પુરવઠો, પાઈપ લાઈન, વરસાદનું પાણી એકત્રિત કરવાનું માળખુ, નાની સિંચાઈ, ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોત, કૌશલ્યો ઉન્નતિકરણ અથવા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો, માર્ગો અને સમુદાય કેન્દ્રો વગેરે માળખાકીય સુવિધાઓ માટે વન્ય જમીન મુક્ત કરવાની જોગવાઈ આ અધિનિયમમાં છે.
સામાન્ય ખેડૂત અને આદિવાસી ભાઈઓને જે લાભો મળે તે તમામ યોજનાઓનો લાભ આવા દાવેદારોને પણ મળવાપાત્ર છે અને મેળવતા થયા છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આદિજાતિ સલાહકાર પરિષદની ભલામણથી સરકારે તા. 12-10-2011 ઠરાવ બહાર પાડી તમામ અમાન્ય દાવાઓ પુનઃસમીક્ષા કરવા નિર્ણય લીધેલ. નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ માન્ય થયા ન હોય તેવા તમામ દાવાઓની પુનઃપ્રક્રિયા ગતિમાં છે.
Also in this Section
News and Events