અત્યાચાર કેસો નાણાકીય સહાય | બંધારણીય સુરક્ષા | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

અત્યાચાર કેસો નાણાકીય સહાય


ભારત સરકારે તા.31-03-1990 થી સમાજના અનુસૂચિત જનજાતિઓના અને અનુસૂચિત જનજાતિઓના સભ્યોને બિન-અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના રક્ષણ માટે અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ 1989નો અમલ શરૂ કર્યો છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો 1995 આ અધિનિયમની કલમ 23 નીચે નિમિત થયેલ સત્તા અનુસાર ઘડવામાં આવ્યા છે. આ નિયમો તા.31-03-1995ના રોજ અમલમાં આવ્યા છે. તેની નીચે નિયમ 12(4) અંતર્ગત અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિઓ/કુટુંબોને નાણીકીય સહાય ઉપલબ્ધ કરવા માટેના ધારા ધોરણો સૂચવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આ ધારાધોરણોનો સ્વીકાર કર્યો છે. અને તે ધારા ધોરણો અનુસાર નાણાકીય સહાય ઉપલબ્ધ કરવાનો નિર્ણય સરકારી ઠરાવ નંબર સમાણ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ નંબર એચ.સી.એલ./1094/1/24/એચ/એલ તા. 18-11-1995થી કરેલ છે. આ પ્રકારે અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ/પરિવારનું પુનઃસ્થાપન કરવામાં આવે છે.

સંબંધિત કડીઓ
News and Events