કાર્યો | CoTD વિષે | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

કાર્યો


 

અમલ વનબંધુ કલ્યાણ યોજના નીચેના કાર્યક્રમનો સફળ અમલ ઉપર દેખરેખ
સુનિયંત્રણ આદિજાતિ પેટા યોજના નીચેના વિસ્તારોની અંદર અમલી બનતા કાર્યક્રમોની અસરકારક દેખરેખ, સુનિયંત્રણ અને મૂલ્યાંકન
યોજના બનાવવી આદિજાતિના જૂથો સહિતના છૂટાછવાયા વસતા આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ માટે યોજનાઓ અને તેના અમલ ઉપર દેખરેખ રાખવી
અત્યાચાર શોષણ વિરુદ્ધ ઉપાયોનું સુનિયંત્રણ અને અમલ નક્કર આર્થિક લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે આર્થિક અને સામાજિક વિકાસ માટે પુનઃસ્થાપન અને ઉપચારાત્મક ઉપાયો
સંશોધન અને વિકાસ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતેના આદિવાસી તાલીમ અને સંશોધન કેન્દ્ર અથવા અન્ય કોઈ સંસ્થા દ્વારા હાથ ધરાતા આદિવાસીઓ વિષયક સંશોધનો, ક્ષેત્રીય અભ્યાસો અને મૂલ્યાંકન કાર્યક્રમોનું સંકલન તથા આદિવાસી કલા અને સંસ્કૃતિનું પોષણ સંવર્ધન
સંકલન તમામ આદિવાસી પેટા યોજનાને લગતી બાબતો સંબંધિત સંકલન અને જ્યાં જરૂર જણાય ત્યાં કલેક્ટરો, પ્રાયોજના વહિવટદારો, જિલ્લા વિકાસ અધિકારીઓ અથવા અન્ય કોઈપણ અધિકારીઓ કે સંસ્થાઓ જે જિલ્લા પ્રદેશ કે રાજ્ય કક્ષાએ કાર્ય કરતી હોય તેમની વચ્ચે સંકલન
વિવાદ ઉકેલ જાહેર જનતા મળેલી ફરિયાદ સંબંધિત તપાસ અથવા સરકારે આદિજાતિ વિસ્તારોની અંદર કાર્યક્રમોના અમલ સંબંધિત કોઈ તપાસ સોંપી હોય તેની તપાસ કરવી
ખાસ પરિસ્થિતિમાં મુકાયેલ આદિવાસી જૂથો આદિમ જૂથોના વિકાસ માટે યોજનાઓ બનાવવી, સંકલન કરવું, અમલ કરવો, સુનિયંત્રણ કરવું, મૂલ્યાંકન કરવું તેમજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને યોગ્ય તે અહેવાલો રજૂ કરવા
વહીવટતમામ હેતુ માટે પ્રાયોજના વહીવટદારોના વહીવટી ઉપરી
સંબંધિત કડીઓ
News and Events