બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ ગ્રાન્ટ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ ગ્રાન્ટ


બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ ગ્રાન્ટ

દેશની સંસદ, કાયદો ઘડીને દર વર્ષે ભારતના એકત્રિત ભંડોળમાંથી રાજ્યોને મહેસુલી આવક તરીકે ગ્રાન્ટ ઈન એઇડ સ્વરૂપે મંજૂર કરે જને સંસદ સહાય માટે આવશ્યક ગણે તે રકમ. આ રકમ રાજ્યે રાજ્યે અલગ હોઈ શકે.

ભારતના એકત્રિત ભંડોળમાંથી રાજ્યની મહેસુલી આવક તરીકે ગ્રાન્ટ ઈન એઇડ સ્વરૂપે એવી મૂડી રૂપિયા અને આવર્તક રકમ ચૂકવવામાં આવશે. જે તે રાજ્યને ભારત સરકારની મંજૂરીથી તે રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિઓના કલ્યાણલક્ષી કાર્યક્રમોને આગળ ધપાવવા તેમજ અનુસૂચિત જનજાતિઓનુ સ્તર ઊંચુ લાવવા અથવા અનુસૂચિત વિસ્તારોની અંદર વહિવટની કક્ષા ઊંચી લાવવા જેથી કરીને તે વિસ્તારોનું વહીવટીતંત્ર રાજયના અન્ય ભાગોનાં વહીવટીતંત્રની સમકક્ષ બની રહે, જેવા કાર્યક્રમો હાથ ધરે તે માટે ઉપયોગી બને.

(અ) વળી, ભારતના એકત્રિત ભંડોળમાંથી આસામ રાજ્યને ગ્રાન્ટ ઈન એઇડ તરીકે તેની મહેસુલી આવક તરીકે એટલી મૂડી ખર્ચ અને આવર્તક રકમ ચૂકવાશે જેટલી રકમ આ બંધારણ અમલમાં આવ્યું. તેની તુરત જ પૂર્વેના બે વર્ષ દરમિયાન તે રાજ્ય તેની મહેસુલી આવક કરતા સરેરાશ જેટલો ખર્ચનો વધારો બંધારણની છઠ્ઠી અનુસૂચિના ફકરા 20ની સાથે જોડેલ ટેબલ 1 માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોના વહીવટી ખર્ચ માટે થયો હોય અને

(બ) તે રાજ્યે ભારત સરકારની મંજૂરીથી સદર વિસ્તારોના વહીવટની કક્ષા તે રાજ્યના બાકીની વિસ્તારોના વહીવટની સમકક્ષ લઈ આવવા માટેની યોજનાઓ વિકસાવીને તે યોજના પાછળ જેટલુ પણ ખર્ચ કર્યું હોય.

(1-A) બંધારણની કલમ 244-A નીચે સ્વાયત્ત રાજ્ય રચવા માટે

જો તે સ્વાયત્ત રાજ્ય માત્ર ઉપર દર્શાવ્યા પ્રકારના આદિવાસી વિસ્તારોનું જ બનેલુ હોય તો બીજી જોગવાઈની પેટા કલમ (૧)ના પેટા ખંડ (અ)નીચે તે રકમ સ્વાયત્ત રાજ્યને ચુકવવી અને તે સ્વાયત્ત રાજ્યમાં બધા નહિ માત્ર અમુક જ આદિવાસી વિસ્તારો આવેલ હોય તો ભારતના રાષ્ટ્રપતિ જે પ્રમાણે આદેશ કરે તો તે પ્રમાણે રકમ તે સ્વાયત્ત રાજ્ય તથા આસામ રાજ્ય વચ્ચે વહેચવી.

ભારતના એકત્રીત ભંડોળમાંથી તે સ્વાયત્ત રાજ્યોને ગ્રાન્ટ ઈન એઇડ સ્વરૂપે તેની મહેસુલી આવક તરીકે એટલી મૂડીખર્ચ અને આવર્તક રકમ ચૂકવાશે. જેટલી રકમ તે સ્વાયત્ત રાજ્યે ભારત સરકારની મંજૂરીથી સદર રાજ્યની વહીવટ કક્ષા આસામના રાજ્યની વહીવટની કક્ષા સમકક્ષ લઇ જવા માટે યોજનાઓ વિકસાવીને તે યોજનાઓ પાછળ જેટલુ પણ ખર્ચ કર્યું હોય.

જ્યા સુધી ભારતની સંસદ દ્વારા પેટા કલમ (1) નીચે એવી જોગવાઈ ન કરવામાં આવે ત્યાં સુધી તે પેટા કલમ નીચે સંસદમાં નિશ્ચિત કરેલ સત્તાઓનો ઉપયોગ રાષ્ટ્રપતિ હુકમો જારી કરવા માટે કરી શકાશે અને આ પેટા કલમ નીચે રાષ્ટ્રપતિશ્રીએ બહાર પાડેલ કોઈ પણ હુકમ ભારતની સંસદ જે જોગવાઈ કરે તેને આધિન રહેશે.

પરંતુ જ્યારે કોઈ નાણા પંચ રચવામાં આવ્યું હોય ત્યારે રાષ્ટ્રપતિ આ પેટા કલમ નીચે નાણા પંચની ભલામણો ધ્યાનમાં લીધા વિના કોઈ હુકમ જારી કરી શકશે નહિ.

 

રાજ્ય સરકાર અને એપ્રાઈઝલ સમિતિ (PAC) એ તેમની તા. ૨૬-૩-૨૦૧૫ ના રોજની બેઠકમાં આખરી કરેલ / મંજૂર કરેલ પ્રોજેકટ દરખાસ્તો

અનુ. નં. પ્રોજેકટ દરખાસ્તPACએ મંજૂર કરેલ રકમ (રૂ. લાખમાં)
૧. હાલની ચાલતી 22 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ (EMRSs) (7,545 વિદ્યાર્થીઓ) નો આવર્તક ખર્ચ૩,૧૬૮.૯૦
૨. શાળામાં વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન – વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો માટે જોગવાઈ૧૦૦.૦૦
૩. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના બાંધકામની સ્પીલ ઓવર/ચાલુ રહેતા બાંધકામની જોગવાઈ ૧,૦૯૫.૩૬
૪. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોનું બાંધકામ, વર્કશોપ ૩૫૦.૦૦
૫. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (પુરુષો અને સ્ત્રીઓ માટે) ના અને કર્મચારી આવાસોના બાંધકામ ૨૯૫.૩૬
૬. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોનું બાંધકામ૪૫૦.૦૦
૭. ગુજરાતમાં કન્યાઓ માટેની નિવાસી શાળાઓનું મૂડી ખર્ચ૧,૩૦૦.૦૦
૮. નવી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓની સ્થાપનાની દરખાસ્ત ૧,૨૦૦.૦૦
૯.દૂધ સંજીવની યોજના માટે દૂધના પાઉચ પેકીંગના મશીન અને અન્ય આનુંષગિક ખર્ચ૧૫૧.૬૧
૧૦.આદિવાસી પેટા યોજનાના વહિવટી તંત્રને સઘન બનાવવા૭૯.૬૩
૧૧.પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ૨,૩૬૩.૭૮
૧૨.પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ વલસાડ૪૨૬.૭૮
૧૩.પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ મહિસાગર૮૯૦.૦૦
૧૪.પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ અરવલ્લી૭૦૫.૦૦
૧૫.પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ તલાલા૩૪૨.૦૦
૧૬.કન્યાઓના સ્વાસ્થય અને તબીબી સંભાળ૫૨.૫૦
૧૭.આશ્રમશાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટ બ્લોકનું બાંધકામ૭૨૦.૦૦
૧૮.બાયો મેટ્રિક હાજરી પદ્ધતિ અને કોમ્પ્યુટર સહાયિત શિક્ષણ કાર્યક્રમ૪૯૦.૦૪
૧૯.SATCOM આધારિત અંગ્રેજી ભાષાના શિક્ષણ વર્ગો શાળામાં તેવા કાર્યક્રમોનું વિસ્તૃતિકરણ૪૦.૧૦
૨૦.રમતનું મેદાન (ટ્રેક સાથે)નું બાંધકામ તથા જીમ સાધનોની નિવાસી શાળાઓમાં જોગવાઈ૧,૦૩૦.૦૦
૨૧.વન અધિકાર અધિનિયમના અમલ માટેની દરખાસ્ત૩૦૦.૦૦
૨૨.પ્રાયોજના મેનેજમેન્ટ ગ્રાન્ટ 2% લેખે ૨૪૧.૮૪
તા. ૨૬-૩-૨૦૧૫ ની બેઠકમાં PACએ મંજૂર કરેલ કુલ રકમ૧૧,૫૦૦.૦૦
Less : unspent balance૦.૦૦
Less : amount for general grants/recurring grants૨,૩૦૦.૦૦
Amount to be released as 1st installment under the Head Creation of Capital assets (Charged)૯,૨૦૦.૦૦
સંબંધિત લીંક
News and Events