સિકલસેલ એનિમીય રોગ વારસાગત લોહીની અવ્યવસ્થિત અનિયમિતતાનો રોગ છે. જેમા લોહીના રક્તકણો વિચિત્ર દાતરડા જેવો આકાર ધારણ કરે છે. અને તેને કારણે લોહીના કણોની લચનીયતા ઘટે છે. અને તેને પરિણામે અનેકવિધ બીમારીઓ પેદા થાય છે.
સિકલસેલ એનિમીય એ વંશીય વિકૃત્તિ છે. જે આદિવાસીઓમાં સમશેષ જોવા મળે છે.
ગુજરાત દેશમાં પ્રથમ જ વાર તમામ 12 આદિવાસી જિલ્લાઓમાં તબક્કાવાર સિકલસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. ગુજરાત સિકલસેલ એનિમીયા સોસાયટી વર્ષ 2011માં રચાયી. આ કાર્યક્રમ અંતર્ગત નીચે પ્રમાણે જડપી નીદાનની પ્રક્રિયા હાથ ધરાય છે.
- એક મિશન તરીકે દરદીનું સ્ક્રીનીંગ
- નવજાત શીશુનું સ્ક્રીનીંગ
- પ્રસૂતિપૂર્વે નિદાન
- પ્રસુતિબાદની સારસંભાળ અને સ્ક્રીનીંગ
સિકલસેલ એનિમીયાના દર્દીની સારવાર માટે પાયાની મૂળભૂત દવાઓ જેવી કે ફોલીક એસિડ અને દુઃખાવાને દુર કરવા પેઈન-કિલર દવાઓ, નસ મારફતે શરીરમાં ગ્લુકોસ સાથેનાં પ્રવાહી અવષધો, એન્ટિ-બાયોટિક દવાઓ, ન્યૂમોકોકલ રસીનાં ઈંજેક્શન, જીવનદાનરૂપ હાઈડ્રોક્ષીરીયા અગરબા અને લોહી બદલવા (બ્લડ ટ્રાન્સફ્યુઅન)ની સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના સૌથી વધુ આસરગ્રસ્ત એવા સિકલસેલ એનિમીયાના આદિવાસી દર્દીઓને ઘર આંગણે જ ઘણી બધી સારવાર પ્રાપ્ય કરાઈ રહી છે.