ગુજરાતની આદિજાતિ વસ્તિની વિગતો | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

ગુજરાતની આદિજાતિ વસ્તિની વિગતો

 


અનુસૂચિત જનજાતિઓ એ દેશના મૂળવતનીઓ છે. તેમની સંસ્કૃતિ અલગ જ છે. તેઓ ભૌગોલિક રીતે છેવાડે વસે છે અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિ નબળી છે. સૈકાઓ સુધી આદિવાસી વસ્તિ તેમના જંગલમાં અને પર્વતીય વિસ્તારોમાં વસવાટને કારણે સામાન્ય વિકાસ પ્રક્રિયાના ક્ષેત્રમાંથી બહાર રહી ગયેલ છે.

2011ની વસતિ ગણતરી અનુસાર રાજ્યની કુલ વસતિ 604.39 લાખ હતી જે પૈકી 14.76% એટલે કે 89.17 લાખ આદિવાસી વસતિ હતી. અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં હવે સાક્ષરતા દર વધીને 62.5% થયો છે. 2001 પછી આદિવાસી વસતીમાં સાક્ષરતા દર વધતો જ રહ્યો છે. અગાઉ જે ઘટ 21.4% હતો તે ઓછી થઈને 15.4% રહી છે. એ જરૂરી છે કે અનુસૂચિત જનજાતિઓમાં વિશેષતઃ અનુસૂચિત જનજાતિની મહિલાઓમાં સાક્ષરતા દર હજી ઉંચો આવે. રાજ્યમાં આદિવાસીઓના કુલ 26 સમુદાયો (જાતિઓ) છે. મુખ્ય મુખ્ય આદિવાસી જાતિઓ નીચે પ્રમાણે છે.

  • ભીલ, ભીલ-ગરાસિયા, ઢોળી ભીલ
  • તલાવિયા, હળપતિ
  • ધોડિયા
  • રાઠવા
  • નાયકડા, નાયકા
  • ગામિત, ગામતા

કાથોડી, પઢાર, સીદ્દી, કોલઘા અને કોટવાલિયા આદિવાસી જાતિઓમાં આદિમજાતિ જૂથો (PTG) છે.

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ મોટેભાગે રાજ્યની પૂર્વીય સરહદ પરના વિસ્તારોમાં ધનિષ્ટ રીતે વસવાટ કરે છે. આદિવાસી વિસ્તારમાં કુલ 48 તાલુકાઓ 15 પોકેસ્ટ અને 4 કલસ્ટર આવેલાં છે, જે 14 સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજનાને આવરી લે છે. આદિવાસી પેટા યોજનાના વહીવટ અને અમલ માટે સમગ્ર આદિવાસી વિસ્તારને 14 સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજનાઓમાં 14 જિલ્લાઓમાં વિભાજિત કરેલ છે.

સંબંધિત કડીઓ
News and Events