વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો | છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો


 

આદિજાતિ વિસ્તારના અનુસૂચિત જનજાતિના બેરોજગાર યુવાનોને વિવિધ વ્યાવસાયમાં તાલીમ આપી રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવાના હેતુથી વ્યવસાયલક્ષી તાલીમ યોજનાને ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે વર્ષ ૧૯૯૨-૯૩ થી મંજૂરી મળી છે. તેનો અમલ ૧૯૯૩-૯૪ થી શરૂ થયેલ છે. હાલમાં પુરુષો માટેના ૧૦ અને મહિલાઓ માટેના 3 તાલીમ કેન્દ્રો મળી કુલ ૧૩ તાલીમ કેન્દ્રો કાર્યરત છે.

  • વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રોમાં વર્ષ દરમિયાન ૨ થી ૩ અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને રૂ. ૩૫૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
  • યોજનાનો અમલ પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે કરવામાં આવે છે.
  • તાલીમાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪૪,૫૦૦/- સુધીની હોવી જોઈએ.
  • તાલીમાર્થી તાલીમ દરમ્યાન જે નમૂના તૈયાર કરે તેની લઘુત્તમ કિંમત નક્કી કરી સહકારી મંડળી દ્વારા વેચાણ કરાવવુ અથવા વ્યવસાયિક તાલીમ કેન્દ્રમાં વેચાણ કરી તે આવક યોજના ખાતે જમા લેવામાં આવે છે.
  • વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં ઇન્સ્ટ્રક્ટરોને નિયત ધારા ધોરણ મુજબ વેતન ચુકવવામાં આવે છે.
સંબંધિત કડીઓ
News and Events