હળપતિઓને સુવિધાઓ | આર્થિક વિકાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

gr

હળપતિ જાતિએ ગુજરાતની અતિ પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની વિસ્તારોમાં છુટા છવાયા અન્ય બિનઆદિવાસી લોકોની વચ્ચે વસે છે. રાજ્યના અન્ય આદિવાસી સમુદાયોની જેમ તેઓ રાજ્યના પૂર્વીય વિસ્તારોમાં ધનિષ્ટરીતે વસતા નથી. રાજ્યની કુલ આદિજાતિ વસતિમાં હળપતિઓની સંખ્યા ૬.૭ ટકા જેટલી છે. મુખ્યત્વે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અને કંઈક અંશે ભરૂચ જિલ્લામાં વશે છે. મોટાભાગના હળપતિઓ જમીન વિહોણા ખેત મજૂરો છે. તેથી તેઓની આર્થિક સ્થિતિ સૌથી નબળી રહી છે. માત્ર ૧૦ ટકા જેટલા હળપતિઓ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસાયમાં નોકરી કે નાની સેવામાં જોડાયા છે.

સરકારે તેમના તા. 25.11.2013ના ઠરાવથી હળપતિઓને છ પાયાની સેવાઓ ઉપલબ્ધ કરવા અંગે યોજના બનાવી. આ યોજના અંતર્ગત આવાસ, વિજળીકરણ, માર્ગો પીવાનું પાણી, શિક્ષણ અને આર્થિક ઉત્કર્ષ હળપતિ જાતિને ઉપલબ્ધ કરવાના હતાં.

  • આવાસ | નવુ ઘર બાંધવા માટે અથવા હાલના ઘરમાં સુધાર વધારા કરવા માટે સહાયની જોગવાઈ.
  • વિજળીકરણ | ઘરમાં વિદ્યુત જોડાણ.
  • માર્ગો | આંતરિક માર્ગો, એપ્રોચ રોડ અને તેને મુખ્ય માર્ગ સાથે જોડતા માર્ગોનું બાંધકામ.
  • પીવાનું પાણી | સલામત શુદ્ધ પીવાનુ પાણી અને જ્યાં શક્ય હોય ત્યા પાઈપ લાઈનની સુવિધા.
  • શિક્ષણ | ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અને ઉચ્ચ શિક્ષણ પર ઝોક.
  • આર્થિક ઉત્કર્ષ | આજીવીકા માટેની યોજનાઓનો લાભ.
હળપતિઓને સુવિધાઓ
1 of હળપતિઓને સુવિધાઓ
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events