ભૂમિકાઓ અને જવાબદારીઓ | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

ભૂમિકાઓ અને જવાબદારીઓ


 

શાખા ભૂમિકા અને જવાબદારી
વહીવટી આ શાખા ક્રર્મચારીગણ સંબંધિત બાબતો, રોજ-બરોજના વહીવટની બાબતો જુએ છે, તાબાની કચેરીઓનું વાર્ષિક નિરીક્ષણ પ્રયોજે છે, વિધાનસભા પ્રશ્નો (LAQS) ના જવાબો તૈયાર કરે છે. તાલીમ, રેકર્ડ અને તુમાર નિકાલ ઝુંબેશ હાથ ધરે છે.
શિક્ષણ એસએસસી પછીના અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ, ધોરણ I થી VIII અને ધોરણ IX અને X માટેની મેટ્રિક પુર્વેના અભ્યાસ માટેની શિષ્યવૃત્તિની યોજના સેલ્ફ ફાઈનાન્સ કોલેજ અને સરકારી કોલેજના અભ્યાસ માટે કન્યાઓને શિષ્યવૃત્તિ, મફત ગણવેશની યોજના, વિદ્યા સાધના યોજના, કોલેજ સંલગ્ન છાત્રાલયના ભોજન ખર્ચની યોજના, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટપુલ સ્કૂલ વાઉચર યોજના, તબીબી કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા માટે કોચીંગ, બુકબેન્ક, અપગ્રેડેશન માટે મેરીટ યોજના, એમ.ફિલ અને પી.એચ.ડી. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજના, તબીબી અને ઈજનેરી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સામગ્રી માટે સહાયની યોજના, આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને એવોર્ડ વગેરે યોજનાઓની કામગીરી સંભાળે છે.
છાત્રાલય શાખા રાજ્યમાં ચાલતાં સરકારી તેમજ સહાયક અનુદાનથી ચાલતાં છાત્રાલયો સંબંધિત કામગીરી સંભાળે છે.
આદર્શ નિવાસી શાળા આદર્શ નિવાસી શાળાઓનું સુનિયંત્રણ અને દેખરેખ
આશ્રમશાળા આશ્રમશાળાઓનું સુનિયંત્રણ, આશ્રમશાળાઓને ગ્રાન્ટની ફાળવણી, આશ્રમશાળાઓનું નિરીક્ષણ
હિસાબી અને બજેટ શાખા અંદાજપત્ર બનાવવું, જાહેર હિસાબ સમિતિ સંબંધિત કામગીરી, એ.જી. કચેરી સાથે નિયમિત ધોરણે હિસાબોની મેળવણી, ગ્રાન્ટની ફાળવણી, કર્મચારીઓનું પેન્શન, એ.જી.ના ઓડિટ/નિરીક્ષણ સંબંધિત કાર્યવાહી
તાલીમ અને સંકલન શાખા ચકાસણી સમિતિ, આદિવાસી સલાહકાર સમિતિ (TAC), આદિવાસી સલાહકાર સમિતિની સ્થાયી સમિતિ વગેરે સંબંધિત કાર્યવાહી
આદિમજાતિ જૂથો (PTG) આદિમજાતિ જૂથો (PTG)ના વિકાસ અને ઉત્કર્ષ સંબંધિત યોજનાઓ
અત્યાચાર સેલ (Atrocity Cell)અત્યાચાર સંબંધિત આવેલ કેસોનું સુનિયંત્રણ
વન અધિકાર અધિનિયમ (FRA)વનઅધિકાર અધિનિયમ, 2006નો અનુસૂચિત વિસ્તારો અને બિન-અનુસૂચિત વિસ્તારોમાં અમલ, અનુ.જનજાતિના લોકો તથા પરંપરાગત વનવાસી લોકોના અધિકારો સ્વીકારી તેમને અધિકાર એનાયત કરવાની કાર્યવાહી
આયોજન (પ્લાનીંગ)કલ્યાણલક્ષી યોજનાઓની વાર્ષિક આયોજન યોજના, આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TSP)નું આયોજન, ન્યુ ગુજરાત પેટર્નનું સુનિયંત્રણ દેખરેખ, સરહદી ગામો સંબંધિત કામગીરી
સુનિયંત્રણ અને મૂલ્યાંકનઆદિજાતિ વિકાસ પેટા-યોજના (TSP) અને અન્ય કલ્યાણલક્ષી યોજનાઓનું સુનિંયત્રણ, પ્રગતિ અહેવાલો તૈયાર કરવા, કાર્યક્રમોનું મૂલ્યાંકન અને સુનિયંત્રણ, ખાસ કેન્દ્રીય સહાય (SCA) નીચેની યોજનાઓનું સુનિયંત્રણ અને દેખરેખ, તથા બંધારણની કલમ 275(1) નીચેની યોજનાઓની દેખરેખ, સમીક્ષા બેઠકો
આરોગ્ય અને આવાસમાનવગરિમા યોજનાનું સુનિયંત્રણ અને દેખરેખ,સિકલ-સેલ એનિમિયાની યોજનાની દેખરેખ, મફત તબીબી તપાસ અને સહાય, આવાસ, કુંવરબાઈનું મામેરુ તેમજ સાતફેરા સમૂહ લગ્નની યોજનાની દેખરેખ
કૃષિ,સહકાર અને પશુપાલનકૃષિ, પશુપાલન અને સહકાર સંબંધિત યોજનાઓ અને ક્ષેત્રોનું સુનિયંત્રણ અને દેખરેખ
તકેદારીતકેદારી અને તપાસની કામગીરી
સંબંધિત કડીઓ
News and Events