છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

છત્રી યોજનાઓ


gr

એસ.એસ.સી. પૂર્વેના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે પ્રેરતી આ યોજના નીચે લાભાર્થીઓને ધોરણ ૯થી ધોરણ ૧૦ સુધી શિષ્યવૃત્તિ ચૂકવાય છે.

પોસ્ટ મેટ્રિક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ

જે વિદ્યાર્થીઓ એસ.એસ.સી.પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા હોય પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ ન કરી શકતા હોય તેઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ શકે તે સારૂ આ શિષ્યવૃત્તિ મંજુર કરવામાં આવે છે.

સરકારી છાત્રાલયો

જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી રહેલ છે તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર છાત્રાલયો ચલાવે છે.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો

આદિજાતિ વિસ્તારના અનુસૂચિત જનજાતિના બેરોજગાર યુવાનોને વિવિધ વ્યાવસાયમાં તાલીમ આપી રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવાના હેતુથી વ્યવસાયલક્ષી તાલીમ યોજનાને ભારત સરકાર દ્વારા 100 ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે વર્ષ ૧૯૯૨-૯૩ થી મંજૂરી મળી છે.

આશ્રમશાળાઓ

અનુસૂચિત જનજાતિના લોકો પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી. તેઓ બાળકોને શાળા મોકલવાના બદલે તેઓ પોતાના બાળકોને પરંપરાગત વ્યવસાય કામ કરવા અથવા અન્ય ઠેકાણે નોકરી કરવા મોકલે છે જેથી તેઓ કુટુંબને આર્થિક રીતે ઉપયોગી થઈ શકે.

સંબંધિત કડીઓ
News and Events