હાટ બજાર યોજના | Economic Development | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર
  • વિહંગાવલોકન : આદિવાસી વિસ્તારોની જરૂરિયા આધારીત બજાર વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે.
  • ઉદ્દેશ : આદિવાસીઓની આર્થિક, સામાજિક અને અને વ્યવસાયિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેમજ વેપાર ધંધા દ્વારા રોજગારી મળી રહે અને તેઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી આર્થિક રીતે પગભર બનાવવાનો છે.
  • પ્રારંભ | ૨૦૧૪-૧૫
  • ભૌગોલિક ભૂમિભાગ | ૧૪ પ્રાયોજના કચેરી
  • અપેક્ષિત લાભાર્થીઓ | તમામ આદિવાસી
  • યોજના નીચેના લાભ | આ તમામ હાટ બજારોમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    (૧) પાકી છત સાથે ઓટલા, (ર) બાઉન્ડ્રી દિવાલ અને ગેટ, (૩) પાણીનો સ્ત્રોત, (ટયુબ વેલ) પંપીંગ મશીનરી, પાઇપલાઇન અને આનુસાંગીક સાધનો (૪) સ્વચછ પીવાના પાણીની સુવિધા (૫) પરબ (૬) વિજ જોડાણ અને પૂરતા પ્રકાશની વ્યવસ્થા (૭) આંતરિક પાકા રસ્તા (૮) પાર્કિંગની વ્યવસ્થા, (૯) પુરૂષો અને સ્ત્રિઓ માટે અલગ અલગ શૈાચાલય (૧૦) પશુઓ લે-વેચ માટેની વ્યવસ્થા (૧૧) ચોકીદાર માટે ઓરડો (૧૨) કચરા પેટી (૧૩) બાંકડા (૧૪) સફાઇ માટેના સાધનો.
  • મુખ્ય સિદ્ધિ | રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયના ૧૪ આદીજાતિ જીલ્લાઓમાં કુલ ૩૪ હાટ બજાર સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ૦૪ હાટ બજાર કાર્યરત છે ,૧૪ હાટ બજાર માટે જમીન ઉપલબ્ધ થયેલ છે જયારે અન્ય સ્થળો માટે જમીન મેળવવાની કાર્યવાહી પ્રગતિમાં છે.ટ્રાયબલ હાટ બજારની યોજના માટે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત રૂ.૮૦૦.૦૦ લાખની સરકારે જોગવાઇ કરેલ છે. આદિજાતિ સમુદાયના વિકાસની સાથોસાથ તેઓની પરંપરાગત પ્રણાલિકાઓ અને જીવનશૈલીનું પણ જતન થાય તે પ્રકારની યોજના અમલમાં મૂકવાનું આ ઉત્તમ ઉદાહરણ છે
સંબંધિત લીંક
News and Events